મુંબઈ: કોરોના મહામારી (corona pandemic)  સામે ઝઝૂમી રહેલા દેશને આગામી થોડા દિવસોમાં ખુશખબરી મળી શકે છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute)  ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી (Corona Vaccine) કોવિશીલ્ડ(Covishield) તૈયાર કરી લીધી છે. ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે તે આગામી 2 અઠવાડિયામાં આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરશે. 


જલ્દી મળી શકે છે કોરોનાની રસી! PM મોદીએ કરી Vaccine ની સમીક્ષા, જુઓ PHOTOS


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 2 અઠવાડિયામાં અરજી કરશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શનિવારે કોરોનાની રસીની તૈયારીમાં લાગેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ સહિત ત્રણ સંસ્થાનોની મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીની મુલાકાત બાદ કોરોના રસીની ટ્રાયલમાં લાગેલી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટે મોટી જાહેરાત કરી. ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે કોરોના રસી કોવિશીલ્ડ ની ફેઝ થ્રીની ટ્રાયલ ચાલુ છે. આ દવાના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે આગામી 2 અઠવાડિયાની અંદર અરજી કરવામાં આવશે. 


પહેલા પુખ્તવયના લોકોને અપાશે
અદાર પૂનાવાલાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન તેમની સાથે રસી પર વિસ્તારથી ચર્ચા થઈ. અદાર પૂનાવાલાએ જણાવ્યું કે રસી પહેલા પુખ્તવયના લોકોને અપાશે. સુરક્ષીત જણાતા 18 વર્ષથી ઓછી આયુવાળા લોકો માટે અલગથી ટ્રાયલ થશે. અદાર પૂનાવાલાએ દાવો કર્યો કે કોવિશીલ્ડ વાયરસના સંક્રમણને 60 ટકા સુધી નબળું કરી નાખે છે. 


હૈદરાબાદના Bharat Biotech પહોંચ્યા PM મોદી, Covaxin ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા, જુઓ PHOTOS


ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની બનાવી રહી છે રસી
અત્રે જણાવવાનું કે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ બનાવી રહ્યું છે. કોવિશીલ્ડ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે. આ રસી હાલ ભારતમાં છેલ્લા સ્ટેજની ટ્રાયલમાં છે. કહેવાય છે કે જાન્યુઆરીથી દેશભરમાં કોવિડ રસીનું વિતરણ શરૂ કરી દેવાશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube